Shortcuts: WD:B, WD:CRAT

વિકિડેટા:રાજનૈતિકો

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Bureaucrats and the translation is 73% complete.
Outdated translations are marked like this.

એપ્રિલ ૨૦૨૪ મુજબ રાજનૈતિકો (edit)
  1. DannyS712, en, he-2, es-2, zh-2
  2. Lymantria nl, en-3, de-2, fy-2, fr-1
  3. Ymblanter, ru, en-3, de-2, fr-2, nl-2, it-1, es-1

સિસ્ટમ હાલમાં રાજનૈતિકોને સ્વીકારે છે. જો તે અંક યાદીમાં આખરી અંક ન હોય, તો યાદીમાં ભૂલ છે.

Wikidata Bureaucrat icon

રાજનૈતિકો એવા સભ્યો છે કે જેઓ સભ્યોના હક્કો બદલવા અને સભ્યનું નામ બદલવાને લગતી તકનિકિ આવડત ધરાવે છે. ગોપનિયતા લગતા મુદ્દાઓ અથવા ધ્યાન ખેંચવા લાયક તાકીદની બાબત માટે તેઓ ખાનગી મેઈલિંગ યાદી ધરાવે છે.

કાર્ય

સભ્યોના હક્કો

રાજનૈતિકો સફળ પરવાના માટેની વિનંતી બાદ અન્ય સભ્યોને પ્રબંધક, રાજનૈતિક, ભાષાંતર પ્રબંધક, બોટના હક્કો આપવાની સત્તા સોંપવામાં આવી છે.

તેઓ બોટ અને ભાષાંતર પ્રબંધકોને સ્વૈચ્છિક રાજીનામાં બાદ, હટાવવા માટેની સફળ વિનંતી બાદ અથવા તો કટોકટીની પરિસ્થિતિમાં હટાવી શકે છે. એવા હક્કોનું રાજીનામું કે જે સ્વૈચ્છિક રીતે વિવાદાસ્પદ ન હોય તેવા સંજોગોમાં સ્વીકારાયું હોય તેને રાજનૈતિકો પાછા આપી શકે છે, જોકે તે લાગુ પડતી નિષ્ક્રિયતા નીતિ અંતર્ગત લાયક હોવું જરૂરી છે.

હક્કો દૂર કરવાની ચર્ચાઓને બંધ કરવાનું અને જે તેમનાથી તકનિકિ દૃષ્ટિએ શક્ય ન હોય તેને મેટા પર લાવવાનું કાર્ય રાજનૈતિકોને સોંપાયેલ છે (ઉદાહરણ તરીકે, પ્રબંધકોને હટાવવા). તેઓને સામાન્ય સમજ વાપરીને વિનંતીઓ બંધ કરવાના હક્કો છે કે જેમાં મત માટે પ્રચાર (આ વિકિ પર, અન્ય WMF વિકિઓ પર, અથવા વિકિમિડિયાની બહાર) અથવા કઠપૂતળીઓનો ઉપયોગ થયો હોય. અંતે, એવી હક્કો માટેની ચર્ચાઓ બંધ કરવાથી દૂર રહેવું જોઈએ જેમાં તેમણે પોતે ભાગ લીધેલ હોય.

સભ્યનામ બદલવું

Before 15 September 2014, bureaucrats had the technical ability to rename users. Renames are now done by global renamers and stewards.

રાજનૈતિક બનવું

રાજનૈતિક બનવા વિનંતી ખાતે સફળ વિનંતી બાદ રાજનૈતિકના હક્કો મળે છે. ઓછામાં ઓછી એક અઠવાડિયાની ચર્ચા બાદ ૮૦% તરફેણ અને ઓછામાં ઓછા ૧૫ તરફેણના મતો રાજનૈતિક બનવા જરૂરી છે.

રાજનૈતિકના હક્કો ગુમાવવા

રાજનૈતિક તરીકેના હક્કો ચોક્કસ સમયની નિષ્ક્રિયતા અથવા હક્કો દૂર કરવાની વિનંતી હેઠળ, અથવા સ્વૈચ્છિક રાજીનામાં બાદ દૂર થાય છે. જ્યારે પ્રબંધકના હક્કો નિષ્ક્રિયતાને કારણે હટાવાય ત્યારે પ્રબંધક તરીકેના હક્કો સાથે જ રાજનૈતિક તરીકેના હક્કો દૂર થાય છે, અથવા જ્યારે રાજનૈતિક પ્રબંધક ન હોય ત્યારે પ્રબંધન હક્કો સાથે જ દૂર થાય છે.

રાજનૈતિકોની યાદી

હાલમાં 3 સ્થાનીય રાજનૈતિકો છે. વધારામાં, છ વિકિમિડિયા જર્મનીના કર્મચારી સભ્યો છે જેઓ અસ્થાયી રીતે કર્મચારી વર્ગની ગેરહાજરીમાં આ હક્કો ધરાવે છે, અને તેઓ સામાન્ય સંજોગોમાં તેમના આ અધિકારો વાપરતા નથી.

વિકિડેટા:રાજનૈતિકો/સમયરેખા ખાતે એક સમયરેખા દ્વારા તમે તમામ રાજનૈતિકોને જોઈ શકશો.

આ પણ જુઓ